Hello Everyone, I am Hinaba Sarvaiya Student of the English Department MKBU. In our Department Me and Himanshi Parmar both are leaders of the library committee. And we have to decide whether any student took the books by department and when they submitted after reading the book at that time they wrote a Short Blurb on this Book.
Blurb: "સૌરાષ્ટ્રની રસધાર"- ઝવેરચંદ મેઘાણી
The Man Booker Prize વિજેતા નોવેલ (લાઈફ ઓફ પાઈ)ના અંતમાં વાંચેલ વાક્ય કે, શબ્દો પોષક કઈ રીતે આપી શકે છે? ખોરાક ત્યાં જ શોધો જ્યાં ખોરાક હોય છે. આ વાત જ્યારે હું દિવાળીના વકેશનમાં ઘરનું કામ કરીને જ્યારે એક ઉત્તમ સાહિત્યને વાંચવાની ઈચ્છા થઈ ત્યારે ગુજરાતી સાહિત્યના માઇલસ્ટોન એવા ઝવેરચંદ મેઘાણીની લોકપ્રિય રચના "સૌરાષ્ટ્રની રસધાર" પુસ્તક વાંચવાની શરઆત કરી, તે પુસ્તકના નિવેદનમાં લખેલ શબ્દ કે, મુંબઈના કોઈ એક સાક્ષરનો નિ:શ્વાસ કે 'કાઠિયાવાડની ભૂમિમાં કવિતાઓને પ્રેરણા સ્ફૂરે એવું કશું રહ્યું નથી એટલે કાશ્મીર જવું પડે છે'. આજ મહેણું પૂરી તો નહિ, પણ પિછાન આપવાનો પ્રયાસ મેઘાણીએ આ રસધારમાં કર્યો છે. આ કથાઓમાં આવતા દુહા-છંદોની સમજ ન હોવા છતાં તેનો આનંદ અને તેના રસને હું માણી શકું, એક નવી દૃષ્ટિ(Deconstruction) થી જોઈ શકું, ને એક ઇતિહાસને રચનામાં ઉતારવાની મેઘાણીની કલા, તે માટે મારો પ્રયાસ… આ પ્રયાસમાં જ્યારે રસધાર મ જાણે રસોનો મહિમા થતો હોય તેમ મેઘાણીએ સૌરાષ્ટ્રની શૈર્યથી ભરેલ ઇતિહાસને રજૂ કર્યો છે.. જ્યારે એક પેજ માંથી બીજા પેજે સુધીમાં તો રૂંવાડા ઉભા થઇ જાય તેવું મેઘાણીનું વર્ણન.. પૂરી બુક રીડ કરવાનો પ્રયાસ તો હતો પણ થોડીક જ રીડ થાય પણ મેઘાણીએ જેવી રીતે ઇતિહાસને સાહિત્યમા ઉતારવાની કળા કંઈક જ અલગ છે.
-Hinaba Sarvaiya
No comments:
Post a Comment